આ નવો માણસ ઘણો ખૂંખાર લાગે છે.
આ નવો માણસ ઘણો ખૂંખાર લાગે છે.


આ નવો માણસ ઘણો ખૂંખાર લાગે છે.
માનવીની જાતમાં શકદાર લાગે છે.
જો જવું છે ચાંદ પર તો સ્હેલ છે આજે,
આ ધરાથી આભમાં પળવાર લાગે છે.
લાગવગ હોતી હશે ત્યાં 'તો ખુદાની પણ,
ચાંદ પર પણ એટલો વગદાર લાગે છે.
યુદ્ધ છેડાયું છે સીધું આભ સાથેનું,
ક્યાં જઈને થોભશે હદપાર લાગે છે.
જીતવું છે એકબીજાને પછાડીને,
સામસામો એ જ તો હુંકાર લાગે છે.
હોંશિયારી ખૂબ તોયે વામણો લાગે,
એ હૃદયથી મુર્ખનો સરદાર લાગે છે.
છે "ખુશી" આ નાશ સઘળું આમ ઊડીને,
જો ભયાનક કેટલો અણસાર લાગે છે?