એક પ્રલંબિત લયનું ગીત....
એક પ્રલંબિત લયનું ગીત....
એક પ્રલંબિત લયનું ગીત....
ઉભી રે બજારમાં હરતી ને ફરતી ઇ , છોકરાને દેખીને છોકરીતો જાણે કે...
અલ્લડ મલકાણી ...
ને છલલ્ક છલકાણી ...
ને વહેતી થઈ છે વાત વાય રે ...
સંગ સંગ સાહેલી ઝીણું -ઝીણું બોલતી ને તગતગતી આંખડિયું અંજાતી જાણે કે ...
પલ્લક ઝટકાણી ને ...
મલ્લક પટકાણી ને ...
નસનસમાં જાત ફૂટી જાય રે ....
સરવરની પાળે રે આંબલીની ડાળે રે કોયલ કરે છે એમ ટહુકારો જાણે કે ....
છલછલતી વાણી ને ...
મીઠીછમ્મ માણી ને ...
મોર અને ઢેલ સાથ ગાય રે ....
ઝાડવે ચડેલ વેલ વીંટાતી અલબેલી નખરાળું નાજુકડું શરમાતી જાણે કે ...
ધબ્બક છલકાણી ને ...
ઉભડક ભીંજાણી ને .... છાબડીમાં ફૂલ ના સમાય રે ...
મૂછોનાં કોટાને વળ દેતો વાલીડો આડો ને અવડો એ વીંઝાતો પથરાતો જાણે કે ....
અરધી એ જાણી ને ...
અરધી એ માણી ને ...
પાલવની કોરે પથરાય રે ...
ડાળીએ ખીલેલું એક નાનકડું ફૂલ આજ મદમાતું મલકાતું મસ્તીમાં જાણે કે ...
હરખે હરખાણી ને ...
શરમે શરમાણી ને ...
ચુંદડિયે ચીતરાણી ઝાંય રે .....