અમીર-ગરીબ
અમીર-ગરીબ
દુઃખ થાય છે ઝૂંપડામાં શાંતિથી સૂતેલા લોકોને જોઈને,
પણ બંગલાવાળા પણ ક્યાં આરામથી સૂઈ શકે છે,
વહેલી સવારે ખભે કોથળો લઈને તે રોજેરોજનું કરે છે,
જ્યારે ધંધાની ધમાલમાં એ.સી.માં પણ પરસેવો વળે છે,
મળે કોઈ બીજો તો બેસીને થોડી હિમ્મત આપે છે,
અહીં તો બસ એકબીજાને નીચે લાવવા ખેંચાખેચી કરે છે,
બે ટાણાનાં રોટલી-શાકમાં જ જગતની બધી ખુશીઓ છે,
છપ્પન ભોગને પણ ના ભાવતું કહીને થાળી ફેંકે છે,
શું તફાવત કરીએ હવે ગરીબો અને અમીરોમાં,
કોઈ હાથ નીચે તો કોઈ હાથ ઉપર રાખીને સૂવે છે.