STORYMIRROR

Karan Mistry

Inspirational

4  

Karan Mistry

Inspirational

હું નથી સમજતો

હું નથી સમજતો

1 min
430

મને સમજાય છે ત્યાં સુધી હું તમને સમજતો નથી,

જીન્સના સામે આ થિંગડાનો ભાવ પણ સસ્તો નથી,


ફાટેલું ખિસ્સું સાંધીને મારુ ખિસ્સું ભર્યે રાખો છો,

તમારો આ ખોટનો ધંધો મને તો સમજાતો નથી,


દરિયાનું દિલ રાખી તપતો સૂરજ પણ બની જાવ છો,

તમારા સિવાય બીજા કોઈ ભગવાનમાં હું માનતો નથી,


હારું ત્યારે તમારા સંઘર્ષ થકી તમે હિંમત બની જાવ છો,

એકલા દોડતા શીખવ્યું, કેમ? હું એ જાણતો નથી,


બે હાથના જોમ થી અમારા માળાને સજાવ્યે જાવ છો,

બધું પાછું કેમ આપીશ? જવાબ હજુ મને જડતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational