ચાલ્યો જાઉં
ચાલ્યો જાઉં
દરિયો મળે ત્યાં ડૂબી જાઉં,
હવા મળે ત્યાં ઉડી જાઉં
નદી મળે ત્યાં વહી જાઉં,
ને સુરજ ના તડકે તપી જાઉં.
પાણીની જેમ ઢળી જાઉં,
કડવી વાત પણ ગળી જાઉં,
સાથ કોઈનો માગ્યા વગર,
મારા રસ્તે જ ચાલ્યો જાઉં.
જો આપે ઝીંદગી,
સામે ચાલીને દુઃખ દર્દ ને ફિકરો તો
એને પણ ભીતરમાં ક્યાંક,
ઊંડે સુધી દબાવ્યે જાઉં.
બદલતી મૌસમો વચ્ચે,
ધીમીધારનો વરસાદ બની જાઉં,
માંગે સપના કોઈ બે ચાર ઉધાર,
તો હસીને આપ્યે જાઉં.
કાળા ડિબાંગ વાદળો ફાટે,
તો પુરની જેમ છલકી જાઉં,
મળે જો વતનની માટી,
તો વગર વિચાર્યે દટાઈ જાઉં.
કોઈ પૂછે કેમ છે,
તો મજામાં એવો જવાબ આપી દઉં,
અંદર મન ભરી રોઈ,
દુનિયાને હસતો ચેહરો દેખાડયે જાઉં.