આવી ક્યાંથી ?
આવી ક્યાંથી ?
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
506
અંદરની વાત બહાર આવી ક્યાંથી ?
હથેળીમાં રેખાઓ આવી ક્યાંથી ?
કામ વિનાની વાત આવી ક્યાંથી ?
પછી કહે કંગાળતા આવી ક્યાંથી ?
જોમ ભેગું કરીને હામ ભરી જજે,
તેમાં નસીબની વાત આવી ક્યાંથી ?
ગઈકાલથી સારી આજને બનાવજે,
તેમાં રોજ જેવી સવાર આવી ક્યાંથી ?
ભૂલો કરીશ તો જ સુધારી શકીશ,
એમાં ડરવાની વાત આવી ક્યાંથી ?
આવતીકાલને આવે ત્યારે જોઈ લે જે,
એમાં ચિંતા કરવાની આવી ક્યાંથી ?
રસ્તા ખોવાશે તો જ કંઈક બીજું મળશે,
એમાં ભટકાવાની વાત આવી ક્યાંથી ?