અંદર અંદર...
અંદર અંદર...


ખોટા કામો શાને કરતો, અંદર અંદર,
ઈશ્વર તારી હરદમ ફરતો,અંદર અંદર.
જીવનભર આપે જે પીડા બીજાને બહુ,
એ તો છેલ્લે પળપળ મરતો,અંદર અંદર.
પર્વત,સાગર માફક હિંમત બહુ છે ભીતર,
શાને માનવ ખુદથી ડરતો,અંદર અંદર.
ખુદ પર શ્રદ્ધા રાખે ના જે બિલકુલ મિત્રો,
એ પર્ણોની માફક ખરતો, અંદર અંદર.
જીવનમાં પાછળથી દુઃખ ના આવે તેથી,
ખોટી ઈચ્છા ના આદરતો,અંદર અંદર.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)