એ દોર હતો
એ દોર હતો
ધબકાર એકબીજામાં ઓળઘોળ હતો,
બે હૃદયની સંવેદનાનો છૂપો એ દોર હતો.
પ્રકૃતિએ મિલનની યાદગાર પળો સજાવી,
અદમ્ય ઇચ્છાઓની અધીરાઈનો એ દોર હતો.
હાથમાં તારા નામની લકીરો ઉપસાવી,
નયનથી મદિરા પાન કરવાનો એ દોર હતો.
પંખીઓના કલરવે પણ ગુંજની સાક્ષી પુરાવી,
હોઠ પર હોઠની મધુરતાનો એ દોર હતો.
સુડોળ દેહને તારા, બાહોંમાં મારી ભિસાવી,
સ્ખલિત લાગણીઓ પૂરવાનો એ દોર હતો.
લોકમુખે થતું સ્વનું અધૂરું મૂલ્યાંકન ભૂલાવી,
તારી રુહની પૂર્ણતા બનવાનો એ દોર હતો.