ચિંતાનો વિષય છે
ચિંતાનો વિષય છે


જે પળો આપણે માણી, જેને જીવ્યા,
સ્મરણમાંથી આ વાત નીકળે એ ચિંતાનો વિષય છે.
તારી લાગણીઓથી છલોછલ છું હું,
તોય તારી લાગણીઓ ભૂલું એ ચિંતાનો વિષય છે.
તારા ભરપૂર સાનિધ્ય થકી કિંમતી હું,
છતાં જો ક્યારેક આ વીસરું એ ચિંતાનો વિષય છે.
તડકા છાંયડા તો આવ્યે રાખે આજીવન,
જીવન સંઘર્ષમાં તારો હાથ છોડું એ ચિંતાનો વિષય છે.
એક દિવસ જવાનું જ છે બધાએ અહીંથી,
તારા આંખમાં આંસુ છોડી જાઉં એ ચિંતાનો વિષય છે.