તારું જીવન
તારું જીવન


શોધી રહ્યો છું મૌનમાં તારા, મારું જીવન,
જીવંત નથી રહી તું તોય માંગુ તારું જીવન.
હું રહ્યો લાગણીશીલ ને તોય ગુસ્સો અસિમ,
ખોઈ રહ્યો પળપળ મારું હતું જે તારું જીવન.
ના રહી દિવસની કોઈ વાત ને રાતની રહી યાદ,
સમય રમત રમી રહ્યો ને ખોઈ રહ્યો તારું જીવન.
રોમાંચ હતો વરસાદની સાંજમાં ને આલિંગનમાં,
એ પણ ઓસરી રહ્યો છું જાણે સાથે તારું જીવન.
વહી પડતી આંખો ચોધાર, અનરાધાર પ્રેમમાં અપાર,
હવે તો તને રડાવી દોઝલ કર્યું આમને આમ તારું જીવન.
ઊગેલો હતો જે સૂરજ એ આથમે ને ચાંદ પણ ઓગળે,
અણધાર્યું કંઇક થઈ જાય ને નિખરી જાય મારા સંગ તારું જીવન.