શબ્દો મારા સાથી
શબ્દો મારા સાથી
શબ્દો સાથે દોસ્તી મારી, શબ્દો મારા સાથી,
શબ્દો તો ફૂલોની ક્યારી, શબ્દો મારા સાથી.
બેસું તેની સાથે ત્યાં તો કષ્ટો ભાગે આઘે,
શબ્દો તો એવા ઉપકારી, શબ્દો મારા સાથી.
એના સંગે મોભો ઝાઝો, લાગી એની માયા,
શબ્દોની મોટી દાતારી, શબ્દો મારા સાથી.
એને ના પ્હોંચે કોઈ એવા તો એ મોજીલા,
ક્રોધે તલવારો બેધારી, શબ્દો મારા સાથી.
'સાગર' નાચ્યું જ્યારે મન તા..તા..થૈ..થૈ.. તા તા થૈ,
મોજે ત્યાં ગઝલો લલકારી, શબ્દો મારા સાથી.