STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

આંધળી દોટ

આંધળી દોટ

1 min
380


આંધળા બનીને ચડયા છે ગોટે,

ઘરનું ભોજન પડોશી બોટે.


જાય ન ગળે પડવાની ટેવ,

વિના ચીકાશે જેને-તેને ચોટે.


નાણાંની ચળ ખૂબ પોપલાવે,

પછી શાંતિ માટે રાખમાં આળોટે.


જળ-ઝાંઝવાંનાં ઓળખે નહિ,

પછી મરે એ હરણની દોટે.


‘સાગર’ મન કાબૂમાં ન રાખે,

બલાઓ મળી જાય રસ્તો ખોટે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy