STORYMIRROR

Nisha Shah

Comedy Others

4  

Nisha Shah

Comedy Others

જુહુ ચોપાટી પર મીટીંગ

જુહુ ચોપાટી પર મીટીંગ

2 mins
285

આજ જુહુ ચોપાટી પર મીટીંગ છે જામી,

રંગબેરંગી ભુરીયા ને કાળીયા ને ધોળિયાની,

રુંછાળા ને ભમરાળા વાળવાળા કુરકુરીયાની

અજન્ટા એ કે કયું પાર્લર બેસ્ટ ને ક્યાં જવું ? 


દારાસીંગનો અલ્સેશીયન બોલ્યો જઈશ હું, 

ક્યુટી પાર્લરમાં ત્યાં તો મારો પડે છે વટ !

જુહીની ગોલ્ડીગોલ્ડનરી ટ્રાઈવર બોલી,

નો વે ! ત્યાં તો વેઈટીંગ બહુ ! ના બાબા ના !


બીપાશાની કુકશાંક કહે, બીચનફાઈસ કહે કે,

કયુટીપાર્લર બેસ્ટ ! ડાયટ એક્સફ્રીવીથ હેરડો !

જ્હોનનાં ચારચાર લેબ્રેડોર શોધે છે પાર્લર, 

જ્યાં હોય જીમ જાકુસી ને સ્વીમીંગપુલ.


દીપીકા પાદુનકરની પુડલને છે એકજ ચોઈસ,

ક્યુટીપાર્લર ઈસ ધ બેસ્ટ ફોર ધ હેરકલર !

મારા વ્હાલા કુતરાઓનાય વધી ગયા છે નખરા,

વન્સ એ વીક જાવું છે પાર્લર નેઈલપોલિશ માટે.


વન્સ એ મન્થ જાવું છે પાર્લર હેઈર સ્પા માટે,

બચ્ચા કરતાં વધુ લાડકા છે આજકાલનાં નબીરા,

મોજ માણે જાફત ઉડાવે કેક બીસ્કીટ-પનીરની,

બર્થડેપાર્ટી ડાન્સપાર્ટી ઉજવાય ગલુડિયાની,


લ્યો વસાવી લો તમે જો ના હોય આવું લાડકડું,

રેસ હોય કે ફેશન શો કરવો પડશે એને બેસ્ટ !

કોમ્પીટીશનનો જમાનો છે ભાઈ આજ તો !

બચ્ચુ હોય કે ગલુડિયું છે તો તમારું લાડકડું.


આપી દેજો ફેસબુક પર એનોય ફોટો,

તો મળી જાશે એનેય લાઈફમેટ (જીવનસાથી)

અમારો સિમ્બા રેગ્યુલર ક્સ્ટમર ક્યુટીપાર્લરનો

પણ હજુ સુધી રહી ગયો છે એ કુંવારો !



Rate this content
Log in

Similar gujarati poem from Comedy