STORYMIRROR

Jay D Dixit

Comedy

4.8  

Jay D Dixit

Comedy

જાનુ તારા પ્રેમમાં

જાનુ તારા પ્રેમમાં

1 min
529


જાનુ તારા પ્રેમમાં તે મને બેવડો બનાવી દીધો,

ભર વરસાદે દેડકી વગરનો દેડકો બનાવી દીધો.


તળાવ, કુવા, પાણીની ટાંકી 'ને ખાબોચિયા હતા,

હવે ગાર્ડનના બાંકડાનો તે મને ટેકરો બનાવી દીધો.


તું હતી ત્યારે સપના જોવા ઊંઘ માટે ઢીંચતો હતો,

તું નથી તો દારૂ સંગ બાઇટિંગમાં ચેવડો બનાવી દીધો.


આવીજા ડાર્લિંગ હું ખૂબ જ દુ:ખી છું, તડપાવ નહીં,

મોગરા અને ગલગોટામાંથી કાંટાળો કેવડો બનાવી દીધો.


શોભતો હતો સતત તારા કરકમળમાં વેલણ માફક,

તારા જ વિરહે હવે સતત પીસાતો ચાકડો બનાવી દીધો.


હૈયે પ્રીતનું ઝરણું ખલખલ વહેતું રહેતું હતું મારા, 'ને હવે,

'કલ્પ' સમા મોજા ઉછળતો ખારો દરિયો બનાવી દીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy