STORYMIRROR

Ketan Bhatt

Classics Comedy

4.6  

Ketan Bhatt

Classics Comedy

કજીયો

કજીયો

1 min
1.1K


એક ડોસા ને દરજી સાથે રોજ કજીયો થાય,

પરભુ સીવે જે કપડું તે જીવણ ને ટૂંકું થાય...


જીવણ ને તો જોઈએ લાંબી ઈચ્છા કેરી બાંય,

પરભુ કેટલું મથે તો ય જીવણ ન રાજી થાય,

ટૂંકા પના ના માપમાં પરભુ તોય મથતો જાય,

એક ડોસા ને દરજી સાથે રોજ કજીયો થાય...1


આશાનું એક સરસ ખિસ્સુ પરભુ માપે મૂકે,

જીવણને લાલચ મુકવા ઇ ખૂબ ટૂંકું પડે,

નવી ભાતના ખીસ્સા પરભુ રોજ બતાવતો જાય,

એક ડોસા ને દરજી સાથે રોજ કજીયો થાય.....2


કોલર ઊંચા રાખવાનો જીવણ ને ધખારો,

પરભુ સમજાવે એને કે અહમ માપમાં રાખો,

પણ એમ જીવણ કાંઇ પરભુનું બધુંય માની જાય?

એક ડોસા ને દરજી સાથે રોજ કજીયો થાય.....3


કંટાળીને પરભુ એ અંતે બીલ મોટું આપ્યું ,

જોતા જ જીવણ ની બેય ફાટી ગઈ આંખ્યું,

હવે રોજ જીવણ પરભુના માપમાં રહેતો જાય,

એક ડોસા ને દરજી સાથે હવે ન કજીયો થાય....4



Rate this content
Log in

More gujarati poem from Ketan Bhatt

Similar gujarati poem from Classics