STORYMIRROR

Chaitanya Joshi

Classics

4  

Chaitanya Joshi

Classics

સંધ્યારાણી

સંધ્યારાણી

1 min
25.5K


ડૂબતો સૂરજ સાદ કરીને બોલાવે સંધ્યારાણી.

લાલિમા નભોમંડળમાં જે પ્રસરાવે સંધ્યારાણી.

આવે અંધકાર ઊતરી રજનીની અણસાર જેને, 

વિહંગવૃંદ નિજ નીડ ભણી જાએ સંધ્યારાણી.

ગાયો ચારી પાછો ફરતો ગોપાલ ધરાને શોભાવે, 

ઘર ઘર ધૂપદીપને આરતી થાએ સંધ્યારાણી.

મંદિરે વાગે ઝાલર નગારાં પ્રભુ આગમન ભાસે,

બાલકવૃંદ રામધૂનને કેવી ચગાવે સંધ્યારાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics