STORYMIRROR

Mayurika Ankur Banker

Abstract Classics Others

4  

Mayurika Ankur Banker

Abstract Classics Others

અજાણ

અજાણ

1 min
28K


અજાણ છું, આ ધરા ગોળાકારે કેમ છે? ને ગોળાકાર ચકરાવો કેમ લે છે?

મહિષી રોજ ફરે પણ ક્યારેય કેમ ન થાકે?

આ ઝાડવા એક ડગલુંય ખસતાં નથી ને ઉન્નત કેમ થાય છે?

 

અજાણ છું સુંદર રંગબેરંગી ફૂલોને કોણ સર્જે છે ને કોણ ફળોમાં ખાટામીઠા રસ ભરે છે?

વનરાજીમાં દ્રુમ, ક્ષુપ, છોડ, વેલાની કારીગરી કોણ કરે છે?

પાંદનો લીલો રંગ એક જ મહીં નાના પ્રકારની ઝાંય કોણ પૂરે છે?

 

અજાણ છું સલિલની લીલા જોઈ, નિરાકાર, નિર્વિકાર, રંગહીન કેમ છે?

સરિતામાં મીઠું ને જલધિમાં ખારું જળ કોણ ભરે છે?

બાફ બને રવિના તાપથી, વાદળ બની નાચી-ગાજી મોતીબિંદુ કોણ વરસાવે છે?

 

અજાણ છું અનિલની સરળતા, અવનીની ગહનતા, અગ્નિની દાહકતા, આકાશની અસીમતા ને અંબુની તરલતાથી,

અજાણ છું જીવ ને શિવના અસ્તિત્વથી, જીવનની સાર્થકતાથી, મૃત્યુની સત્યતાથી,

અજાણ છું માયાથી, સંબંધોના તારથી, ચહેરાની રેખાઓથી,

અજાણ છું સ્વથી ને સર્વથી.

 

 


Rate this content
Log in

More gujarati poem from Mayurika Ankur Banker

Similar gujarati poem from Abstract