મૃગ
મૃગ
શીર શોભતા રાતડા હરણને મૃગતાજ
વન વસી લોકની રાખતા અતિ લાજ,
છો દીસે કુરંગ મસ્તક અણિયાળા શીંગડા
મૃગતાજ છે એ તો ખરી પડે વર્ષે ભીંગડા,
ભરવા હરણફાળ પગ બળવંત લાંબાંલચ
ઘટ્ટ પૂંછ કર્ણ લાંબા ભોળું વસે દિલે લાલચ,
રંગ્યું તન ચમકતું ટીલડે જાણે રાત ગગન
સિતારા સુલોચન અંગ સારંગ મસ્ત મગન,
દંત બત્રીસ કહીં હશે માણસ મૃગ કોઈ સમે
ભુલ્યો માનવી બન્યો પારઘી દેખી સમસમે,
તૃણ ને પર્ણ પર મિત્ર બની મૃગલા નભતા
સુવર્ણ શીંગ નીરખી સતી મન લોભતા,
શીર શોભતા રાતડા હરણને મૃગતાજ
ઝાકળ ભીના બીડના મૃગલા મોહતાજ.