રંગ તરંગ
રંગ તરંગ
દરેક રંગનું પોતાનું પોત, દરેક રંગ સદાબહાર છે
રંગો જીવનને આપે સોનેરી શણગાર છે,
અલગ અલગ રંગોના તાર છે જિંદગીમાં
રંગો થકી જીવન બની રહે મધુર સિતાર છે,
હોળીનો ઉત્સવ બની રહે છે રંગીલો રંગોત્સવ,
રંગો છેડે રાગ, જાણે મેઘધનુષરૂપી મલ્હાર છે,
કલમરૂપી પિચકારી અને શબ્દોરૂપી રંગ હોય પાસે
તો કવિતા, ગીત અને લેખોના રંગ અપરંપાર છે.