STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract

4  

Prashant Subhashchandra Salunke

Abstract

લેખક હું ધૂની

લેખક હું ધૂની

1 min
352


લેખક હું ધૂની, મને મારી કલ્પનામાં જીવવા દો,

શબ્દોના મોહક રંગ ભરેલી, મનોજ્ઞ અલ્પનામાં રહેવા દો.


શું કરીશ જોઈ કુંડળી ? મને મારી રીતે પાત્ર રમાડવા દો,

સંતોષીશ સર્વ કિવદંતી, બસ અંત માત્ર વિચારવા દો.


આવ નિરાંતે બેસીશું કો’કદી ! સત્વરે શબ્દ ગોઠવવા દો,

કથાનક જશે મનમાંથી સરી, કાગળમાં જલ્દ ઉતારવા દો.


છોડી જગત મુત્સદી, મને સ્વયંસર્જિત સૃષ્ટિ સૃજવા દો,

તત્ર રાખી ઉત્કૃષ્ઠ સંગતી, મને સ્વપ્નસૃષ્ટિમાં વિહરવા દો.


ત્રાસ ન આપો ખસો અહીંથી, મને મારામાં ખોવાવા દો,

મુક્તમને, બિન્ધાસ્તપણે, બસ મને લખવા દો.. લખવા દો.


ધૂનીથી આ સાચવજો, યોદ્ધામાં ને લેખકમાં ફર્ક નથી ઝાઝા,

કલમ કરે સર યોદ્ધા, ને લેખક કલમથી સર કરે યોદ્ધા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract