માઁ તું યાદ આવે
માઁ તું યાદ આવે
ઠોકર વાગી નહીં છતાંયે માઁ તું યાદ આવે,
તારું મમત્વ મેળવેલી પ્રત્યેક ક્ષણ યાદ આવે,
“માઁ” ઉપમાની શ્રેષ્ઠ લેખકે શું વ્યાખ્યા કરે ?
કોણ એવું મહાન, જે માઁ નામનું નજરાણું ધરે !
તારા પ્રેમ, તારા વ્હાલ, તારા સ્નેહની ઉણપ લાગે,
જમાનાભરની દૌલત તેના સામે વામણી લાગે,
મને સાજા કરવાની ચિંતામાં, તું માંદી પોતે પડે,
કોણ તુજ સમ દાની જે ભૂખ્યા રહી જમાડે ?
મારા સ્વપ્નને સાકાર કરવા, અનિમેષ જાગી તું રાતે,
તારા સઘળા ઋણ હવે હું વાળીશ કઈ રીતે ?
હોય મોહ સહુને નંદનવનનો, પણ કોઈ આવું વર્તે !
હવે કોણ તુજ ચરણકમળો સમ, સ્વર્ગ મને અર્પે ?
ધ્યાન રાખજો, માઁ તમારી રડે નહીં તમારા કારણે,
“પ્રશ” જેવા દુર્દૈવીને પૂછો, ગુમાવી તે કિંમત જાણે.
માઁની ખોટ સદાય રહેવાની કોણ તેના જેવું વર્તે ?
બસ વિનંતિ ઈશ્વરને કે, આત્માને તેમના શાંતિ અર્પે.