Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational Others

3  

Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational Others

છાયા-માયા

છાયા-માયા

1 min
127


છાયા-માયા માર્ગમાં અનાયસે મળી રે,

સખીઓ બંને અલકમલકની વાતે વળગી રે,

બોલ છાયા, લગ્ન બાદ તારા શું સમાચાર છે ?

જરા કહે તો, કેવો ચાલે તારો સંસાર છે ?


જાગ્યા ભાગ મારા, જે મળ્યો આવો પરિવાર છે.

સુખી સંસારના મારા સઘળા સપનાં થયા સાકાર છે.

પતિ મારા ભોળા, ને માઁ-બાપ જેવા સાસુ-સસરા છે.

મળી ભાભી મને હસમુખી, ને નણંદ મિલનસાર છે.


પાણી માંગું દૂધ મળે, રાણી જેવા રૂવાબ છે.

હળીમળી અમે રહેતા, ને એકબીજાની સહુને દરકાર છે.

બાકી મોજ મસ્તી, ને થોડા ઘણા ઘરકામ છે.

રોજ નહિ પણ ક્યારેક, જવાનું થાય બહારગામ છે.


છોડ, છાયા તું પણ ક્યાં વાતોથી આવી ભરમાય છે.

ચાર દિવસની આ ચાંદની, પછી અંધેરી રાત છે.

માંગે તે ન મળે ! એ અસ્તિત્વનો ઉપહાસ છે.

સાસ બને માઁ ! ભૂલી જા... સાક્ષી ઈતિહાસ છે.


ચેતી જા વેળા’એ, નહિતર તારા બુરા હાલ છે.

રાણી આ આજની, કાલે મફતની થનાર ગુલામ છે.

“તારી વાત સાચી ! પણ આનો કોઈ ઉપાય છે ?

સૂઝતું નથી કશું, હવે દિલ ખૂબ ગભરાય છે.”


“ડરવાનું નહિ ડરાવવાનું તારે ! છાયા તને પડકાર છે.

કાયદાના ઉઠાવ ફાયદા, પાસે તારા ઘણા અધિકાર છે.”

રેઢિયાળ હતું જીવન મારું, જેમાં દુઃખ અપાર છે.

આવી રીતે આ જીવન જીવવામાં શો સાર છે ?

હક્ક મેળવીને જ જંપીશ મારો આ રણકાર છે.

સાચો માર્ગ દેખાડી, સખી કર્યો તે ઉપકાર છે.


છાયાને સખીઓ છૂટી પડી રે,

વર્ષો બાદ ફરી મળી રે,

બોલ છાયા, હવે તારા શું સમાચાર છે ?

સુખી છે કે એવો જ ચાલે સંસાર છે ?

“અભાગી હું, જે મારા જીવનમાં દુઃખો પારાવાર છે."


Rate this content
Log in