છોકરી
છોકરી
અચાનક મેળામાં નજરે ચડી શ્વાસનાં પર્યાય જેવી છોકરી,
જાણે મારા જ જીવન ગ્રંથનાં છેલ્લા અધ્યાય જેવી છોકરી !
બસ તે'દિ થી આજ સુધી સતત મધુર સ્મરણ જ એનું થાય,
મનમાં રોજ મારી પ્રાર્થનામાં આવે સ્વાધ્યાય જેવી છોકરી !
નજરથી ચૂમી એને ને થઈ ગયો એક હસીન ગુનો,
ને કરમની કોરટમાં મળી મને એક ન્યાય જેવી છોકરી !
અલ્લડ વયની વસંતે ઉછાળા મારતું દરિયા જેવું જોબન,
સપનમાં આવે રોજ મહેકતા બાગના ખ્યાલ જેવી છોકરી !
અજબ અજબ સવાલોનું ધણ ઉમટે મનના મરુસ્થલમાં,
ને અચાનક જ મળે સામે એ ગજબ જવાબ જેવી છોકરી !
કરે શૃંગાર ને અરીસો પણ શરમાય અમથો અમથો,
નયન ઢાળીને શરમ ઓઢતી રૂપના રૂઆબ જેવી છોકરી !
"પરમ" શબાબ ને સૌંદર્યનું સાક્ષાત મયખાનું મળી ગયું,
વગર પીધે "પાગલ" કરી ગઈ શરાબના ગ્લાસ જેવી છોકરી !
