પરમ તત્વની પધરામણી
પરમ તત્વની પધરામણી
પુષ્પની પમરાટમાં પરમ તત્વની પધરામણી,
સ્પર્શથી સંકોચાઈ જઈશ એવી હું લજામણી,
વહેતી હવાના તરંગો લાવ્યા ખબર એક ખુશીની,
હેતની હેલ બની ઢોળાવ હું સુણી વ્હાલમની વધામણી,
ફૂલોની ખૂબસૂરત કેદમાંથી થઈ મુક્તિ ફોરમની,
ઝાકળનાં ભીનાં ઉત્સવમાં નૃત્ય કરી રહી લાગણી,
આજ મન મોર બની કળાયું તારા વદન ઉપર,
એક તારા મૌન ટહુકાનાં સૂરે તૃપ્ત થઈ સઘળી માંગણી,
આ ખુશ્બૂનો "પરમ" ખજાનો, અનમોલ ભેટ જિંદગીની,
પૂરી થઈ મુજ "પાગલ" ની ભવ, ભવની ભૂલભુલામણી.