નથી
નથી


રંગ બદલે છે રોજ દુનિયા પણ હું એ રંગમાં ભળતો નથી,
બાળવાની વાત બહુ કરે બિચારા પણ, ખાસિયત મારી એ કે હું ઉકળતો નથી,
કાંટા ખૂચ્યાં છે લાખ કેડીએ પણ હું ફુલોની જેમ ખરતો નથી,
પીઠ પાછળ થયેલા છે લાખ પ્રહાર, ખાસિયત મારી એ કે હું મરતો નથી,
ખુદ ના રસ્તે ચાલુ છું અન્યના ડગમાં પગ ભરતો નથી,
સાવજ તણું ઉપનામ છે સાહેબ, હું કાયરતાના કામ કરતો નથી,
કૃપા છે આપની કે કલમથી હાથ મારો કયારેય લસરતો નથી,
તમે કહો તો આગળ વધુ હું, માન વગર મહેફીલમાં પગ ભરતો નથી,
રહું છું તો ખુદની રીતથી અન્ય ને હું અનુસરતો નથી,
હશે એક-બે અંગત સાહેબ બાકી કોણ એવું કે જે બેફામ ને દાદ ધરતો નથી.