પરિસ્થિતિ
પરિસ્થિતિ
જુનુની જામ તું બેફિકર થઈ ચાખજે,
થઈ ને બેધડક તું બહુ કહી નાંખજે ઘટે જો ઘૂંટ બદનામીના બેફામ,
જાણ્યે અજાણ્યે તું એ મારી પાસે માંગજે જે જોતાં જ સાચું પડી જાય પ્રભુ !,
એકાદ સપનું તું ભેટમાં એવું પણ આપજે હું આંખો ખુલ્લી રાખીશ આકાશની જેમ,
તું પણ ચન્દ્રમાની જેમ આખી રાત જાગજે સમાવી શકવાનું સામર્થ્ય છે કે નહીં ?
ડૂબતાં પહેલાં તું દરિયા ને ચકાસી નાંખજે સવાલો કરે છે તું મારી પાસે સ્થિતિ જોઈને, જવાબો પણ તું મારો સમય જોઈ ને માંગજે.