STORYMIRROR

Ashvin Kalsariya

Drama Thriller

3  

Ashvin Kalsariya

Drama Thriller

કિંગ- પાવર ઓફ એમ્પાયર- ૩

કિંગ- પાવર ઓફ એમ્પાયર- ૩

6 mins
285


(આગળનાં ભાગમાં જોયું શૌર્ય એ કૉલેજમાં જયેશને મિત્ર બનાવ્યો તે કેન્ટિનના માલિક મનોહરકાકાને પણ મળ્યો, કૉલેજથી છુટીને શૌર્યને લેવા એક કાર આવે છે જે એક રહસ્ય હતું અને આપણે કાનજીભાઈના વ્યકિતત્વને પણ જોયું જે પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનતા હતા અને તે પોતાની પૌત્રીને સૌથી વધુ પ્રેમ કરતાં હતાં, હવે જોઈએ કે આગળ હવે શું નવો વળાંક આવે છે.)

બીજા દિવસે શૌર્ય સમયસર કૉલેજ આવ્યો, તેને કેમ્પસમાં જયેશ મળી ગયો અને બંને સાથે કૉલેજમાં ગયાં, તે બંનેએ નોટિસ બોર્ડ જોવાનું વિચાર્યું અને તે તરફ ગયાં. નોટિસ બોર્ડ પર નવા રોલકૉલ હતાં, જયેશ તે જોઈ ને હસ્યો કારણ કે પ્રીતિ અને શૌર્યનો રોલકૉલ આગળ પાછળ હતો. શૌર્ય તેનાં તરફ ત્રાંસી નજરે જોયું એટલે તે ચૂપ થઈ ગયો પણ તેમાં નીચે એક નોંધ લખી હતી અને તે એ હતી કે કલાસમા બધાં એ રોલકૉલ મુજબ બેસવાનું છે. આ વાંચીને જયેશને ગઈકાલે પેલા છોકરા સાથે બનેલી ઘટના યાદ આવી તેણે વિચાર્યું જો તે અને શૌર્ય એક બેન્ચ પર આવ્યા તો કયાંક તે શૌર્ય સાથે પણ....  વિચારતા વિચારતા તેણે શૌર્ય તરફ જોયું પણ તેના ચહેરા પર આ વાતની કંઈ અસર જ ન હતી. તેણે શૌર્ય ને કહ્યું, “તું અને પ્રીતિ એક જ બેન્ચ પર આવ્યા તો.... ” શૌર્ય એ કહ્યું, “તો શું ? એ પણ એક માણસ જ છે કોઈ પિશાચ તો નથી ને.. ” જયેશ એ કહ્યું, “એનાં કરતાં તો પિશાચ પણ સારાં ” શૌર્ય એ તેની વાત ને જતી કરી ને કલાસ તરફ જતો રહ્યો. શ્રેયા ખુશ હતી કારણ કે તે અને અક્ષય એક જ બેન્ચ પર હતાં અને તેની આગળ પ્રીતિ, આજે તે કલાસરૂમમા થોડી લેટ હતી અને જયારે આવી ત્યારે તેની સીટ પર શૌર્ય બેઠો હતો અને જયેશ તો સામેથી આ જોઈ રહયો હતો અને બસ એ જ વિચારતો હતો કે આજ તો શૌર્ય ગયો.

(એવું નથી કે દરેક વખતે છોકરાઓ જ પ્રેમમાં પડે પણ ઘણીવાર છોકરીઓ પણ પહેલા પ્રેમમા પડી જાય.) પ્રીતિએ કાલ શૌર્ય તરફ નજર જ ન હતી નાખી પણ આજે તેણે શૌર્યને બેન્ચ પર બેઠેલો જોયો, હાથમાં પેન લઇને બુકમાં કંઈક જોઈ રહયો હતો તેની આંખોમાં કંઈક અલગ જ તેજ હતું, એકદમ ફિટ બોડી અને તેમા પણ બોડીને ચીપકી જાય એવું ટી-શર્ટ, કોઈનું પણ ધ્યાન ખેંચી લે તેવો માદક ચહેરો હતો, શૌર્ય છોકરીઓથી તો દૂર રહેવામાં માનતો પણ છોકરીઓ તેનાં તરફ વધુ આકર્ષિત થતી આ સમયે પ્રીતિનો પણ કંઈક આ જ હાલ હતો પહેલી વાર તે કોઈ છોકરા માટે આવું ફિલ કરી રહી હતી. પ્રીતિ અચાનક વિચારોમાંથી બહાર આવી અને મનમાં જ બોલી “વોટ ધ *ક આ હું શું વિચારું છું આજ સુધી કોઇ છોકરાને જોઈ આવા વિચારો નથી આવ્યા પણ આને જોઈને શા માટે આવું ફિલ થાય છે! ” તે વધારે વિચાર્યા વિના બેન્ચ પાસે ગઈ, બધાંને એમ જ હતું કે હમણાં કોઈક મોટો ધમાકો થશે પણ બધાં ખોટા સાબિત થયા.

પ્રીતિ શાંતિથી બેસી ગઈ કંઈ પણ અવાજ કર્યા વગર,બધા વિચારમાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે ખાસ કરીને જયેશ, અક્ષય અને શ્રેયા. શૌર્ય પ્રીતિ ને ઈગ્નોર કરતો હોય એમ તેણે તેની સામે પણ ના જોયું, ધીમે ધીમે લૅકચર ચાલુ થયા (છોકરા-છોકરીઓનો એક સ્વભાવ તદ્દન વિરોધાભાસી છે જયારે કોઈ છોકરો કોઈ છોકરી તરફ જોવે તો સીધું ફરીને તેને જોઈ લે છે પણ છોકરીઓ આવું નહીં કરે તે હમેશાં ત્રાંસી નજરે જ જોવે છે.) પ્રીતિ પણ ત્રાંસી નજરે શૌર્યને જોઈ રહી હતી, આ વાતની જાણ માત્ર શ્રેયાને હતી તેણે આજથી પહેલાં કયારેય તેને આમ કરતાં જોઈ ન હતી. બે લૅકચર પૂરા થયા પણ પ્રીતિનું એ તરફ ધ્યાન પણ ન હતું, હવે કોઈ લૅકચર ન હતાં એટલે મોટાભાગના કેન્ટિનમાં જતાં રહ્યાં. ત્યાં પણ પ્રીતિ શૌર્ય તરફ જોઈ રહી હતી.

“ બધું બરાબર છે ને? ”શ્રેયા એ સેન્ડવીચની ડિશ પ્રીતિ તરફ આગળ કરતાં બોલી.

“હા, મને વળી શું થવાનું? ” પ્રીતિ એ જવાબ આપ્યો.

“ના આજકાલ તારું ધ્યાન બીજી જગ્યાએ બહુ હોય છે.” શ્રેયાએ કહ્યું

પ્રીતિ સમજી ગઇ હતી કે શ્રેયા શું કહેવા માંગે છે અને તે થોડી હસી અને તેની સામે થોડો નકલી ગુસ્સો બતાવી ને મુકકો મારવાની એકશન કરી. અક્ષયને તો બધું ઉપરથી જ જતુ હતું પણ પ્રીતિ શૌર્યને વારંવાર જોયા કરતી એનાં બે કારણ હતાં એક તો એ બહુ આકર્ષક હતો અને બીજું એ કે પ્રીતિને મનમાં વાર

ંવાર એવું થતું હતું કે તેણે આને પહેલા પણ જોયેલો છે પણ કયાં એ તેને યાદ ન હતું આવતું.

શૌર્યનો ફોન વાઇબ્રેટ થયો, તેણે ફોન રિસીવ કર્યો. “ઓકે, વેઈટ આવું છું. ” આટલું કહીને શૌર્ય એ જયેશને ઈશારે કહી દીધું કે થોડીવારમાં આવું છું, શૌર્ય કેમ્પસ બહાર નીકળ્યો અને રોડ ક્રોસ કરીને બીજી બાજુ ગયો, ત્યાં એક કાળાં કલરની ઑડી હતી એ જ કાર જેમાં શૌર્ય પહેલાં પણ બેઠો હતો.

ગાડી પાસે બે એકદમ કસાયેલા અને મજબૂત બાંધો ધરાવતા બે વ્યક્તિ ઉભા હતા, બંને એ રોયલ બ્લુ કલર, થ્રી-પીસ સુટ પહેર્યાં હતા અને બંનેના હાથ પાછળ હતા અને તેના હાથમાં એક જ સરખી રોલેક્સની વોચ હતી. શૌર્ય એ બન્ને પાસે પહોંચ્યો.

“ગુડ મૉર્નિંગ સર.” બંને એક સાથે બોલ્યા.

“ગુડ મૉર્નિંગ ” શૌર્ય એ પણ જવાબ આપ્યો.

તેમાંથી એક એ એક ફાઈલ શૌર્ય તરફ આગળ કરી અને શૌર્ય એ ફાઈલ લઈ ને ઉપર ઉપર નજર નાખી ને તેનાં પર સિગ્નેચર કરી ને ફાઈલ તેને આપી.

“સર, મહેતા એન્ડ સન્સ….” એક કહેવા જઈ રહ્યો હતો પણ શૌર્ય એ તેને વચ્ચે અટકાવ્યો અને કહ્યું, “બાકી બધી વાત રાત્રે.”

આટલું કહીને શૌર્ય ત્યાંથી નીકળી ગયો અને પેલાં બન્ને પણ કારમા બેસીને જતાં રહ્યાં.

આજ સવારથી જ એક.કે.પટેલ તેની આેફિસમાં બેસીને સિગારેટના કસ મારી રહ્યા હતા, આમ તો તેને વ્યસન ન હતું પણ જયારે પણ તે ટેન્શનમાં હોય ત્યારે એ સિગારેટ પીતા હતા. થોડીવારમા કોઈએ દરવાજા પર નૉક કરીને અંદર આવવાની પરમિશન લીધી.

“સોરી સર પણ હજી સુધી ખબર નથી પડી કે આ બધું કોણ કરે છે.. ” મેનેજર રાઠોડ એ કહ્યું.

“શું કરો છો તમે બધા તમારા નાક નીચેથી આ કામ થઈ ગયું છતાં કોઇ ને પણ ખબર નથી.” એમ.કે.પટેલ ગુસ્સામા બોલ્યા.

“સર તે નાની મોટી કંપનીની મદદથી આ કરે છે અને કેટલીક કંપનીઓ તો માત્ર આેન પેપર જ છે.” તે એક જ શ્વાસમા બોલ્યો.

“રાઠોડ કાલના ન્યૂઝ પેપરની હેડલાઈન બની જશે આ વાત, કંઈ પણ કરો અને જાણો આ કોણ છે. ”

“ઓકે સર.” કહી ને રાઠોડ જતો રહ્યો.

એમ.કે.પટેલ ફરીથી સિગારેટના કસ લગાવા લાગ્યા, તેણે ફોન ઉપાડ્યો અને તેના પિતાજીને ફોન કર્યો અને બધી વાત કરી, કાનજીભાઈ પણ વાત સાંભળીને ટેન્શનમા આવી ગયાં.

“અત્યારે જ આપણી કંપનીના શેર વેચવાનું બંધ કરો, હવે કોઈ પણ વ્યક્તિ શેર ના ખરીદવો જોઈએ હું હમણાં ત્યાં આવું છું. ” કાનજીભાઈ એ કહ્યું.

પ્રીતિના મમ્મીએ પ્રીતિને ફોન કર્યો અને તે ત્રણેયને ઘરે આવી જવા કહ્યું, પ્રીતિ, શ્રેયા અને અક્ષય તરત જ કાર લઈને નીકળી ગયા, આ બાજુ શૌર્ય એ આ બધાને જતાં જોયા અને જયેશને કહ્યું મારે થોડું કામ છે તું બાકીના લેકચૅર એટેન્ડ કરી લેજે અને તે પણ કેમ્પસમાંથી નીકળી ગયો, જયેશને શૌર્યની એક પણ વાત કે તેની પાછળનું કારણ કયારેય સમજાયું નહીં.

શૌર્ય બહાર નીકળ્યો અને બ્લેક કાર તેની રાહ જ જોતી હતી તે સીધો તેમાં બેસી ગયો, સવારે આવેલા બન્ને વ્યક્તિ આગળ બેઠેલા હતા.

“કયારે થયું આ બધું, અને કોણ છે આ બધાં પાછળ ?” શૌર્યએ ઝડપથી બેસતાં પૂછયું

“સર, આ બધું એક પરફેક્ટ પ્લાનિંગ છે અને ઘણા સમયથી આ ચાલી રહ્યું હતું.” એક એ કહ્યું.

“કોણ છે એ મહાનુભાવ?” શૌર્યએ સ્મિત આપતાં કહ્યું.

“સર અત્યારે તો મહેતા એન્ડ સન્સ પર બધાં સબૂત ઈશારા કરે છે.”

“મને લાગે છે તેની એટલી ઓૈકાત નથી કે તે આ કરી શકે.. ” શૌર્ય એ કહ્યું.

“સાચી વાત કરી છે સર , આ તો માત્ર એક પ્યાદું છે માસ્ટર માઇન્ડ તો કોઈક બીજું જ છે.” ગાડી ચલાવનાર એ કહ્યું

“સર હવે શું કરવાનું છે? ” એક એ પૂછયું.

“કંઈ નહીં મહેતા એન્ડ સન્સ તરફ જવા દો તેને શુભકામનાઓ પાઠવવી છે. ” શૌર્ય એ કહ્યું.

શું થયું છે જેને લીધે એમ.કે.પટેલ આટલાં ટેન્શનમાં હતા અને શા માટે પ્રીતિને તેણે પાછી બોલાવી લીધી અને સૌથી મોટું રહસ્ય છે શૌર્ય, આખેર કોણ છે એ પોતાને તે અનાથ બતાવી રહ્યો હતો પણ હકીકતમા શું છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે, શું થયું જેના લીધે કાનજીભાઈના ઉભાં કરેલાં સામ્રાજ્યને ખતરો છે .. જાણવા માટે વાંચતાં રહો.. કિંગ - પાવર ઓફ એમ્પાયર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama