STORYMIRROR

Ashvin Kalsariya

Romance

4.5  

Ashvin Kalsariya

Romance

લાગણી

લાગણી

1 min
258


મોરલા તો ટહુકતા નથી પણ વરસાદ હજીયે આવે છે,કહો તો ખરાં, અમારી યાદ વગર તમને કેમ ફાવે છે.

પ્રભાતની પહેલી ઝલકને સાંજ જયારે શણગાર સજાવે છે, ત્યારે દુલ્હનનાં રૂપમાં દોડતી તું દિલને બહલાવે છે.


ટપટપ પડતાં ટીપાં નો અવાજ કાનને ભાવે છે, આ પવનની ઊડતી લહેર તારી લટ ને સરકાવે છે.

રંગબેરંગી ફૂલોની ફોરમ દરેક ને ફસાવે છે, તારા ખુલ્લા વાળનો વંટોળ અહીં હૃદય હલબલાવે છે.


ખોટા સુરાને મદિરાના જામ શાકી ભરાવે છે, આપની આંખો એનાથી વધુ નશો કરાવે છે.

આભને ચીરવાની પરવાનગી સૂરજના કિરણો લઈ ને આવે છે, તમે તો કહેતાં જ નથી, આંખોથી કતલ કતલ મચાવે છે.


Rate this content
Log in