બેધડક
બેધડક
જેને રાખ સમજીને ઠારતાં રહ્યાં,
એ અંગારા થઈ હવે અડકે છે.
આંખોમાં મશાલ તો નથી સાહેબ,
આ રોશનીને કારણે દિલ સળગે છે.
ખારાશ ભરી રાખી હતી પાંપણોમાં,
જે આજે વાદળ થઈ વરસે છે.
મીઠો સહેજ પણ નાતો અમારો દરિયો,
થોડા ગળ્યા થ્યા તો પીવા તરસે છે.
જેનાથી તું દૂર દૂર ભાગે છે,
એ લગોલગ લાગણી મારી પડખે છે.
મારી શાયરીમાં પણ એક દિલ છે બેધડક,
જે ધારદાર શબ્દોમાં ધડકે છે.