Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashvin Kalsariya

Drama Thriller

3  

Ashvin Kalsariya

Drama Thriller

કિંગ - પવાર ઓફ એમ્પાયર - 4

કિંગ - પવાર ઓફ એમ્પાયર - 4

6 mins
286


( આગળના ભાગમા જોયું પ્રીતિ શૌર્યને જોવે છે ત્યારે તેને માટે કંઈક ફીલિંગ થાય છે પણ તે એ સમજી નથી શકતી, બીજી બાજુ એમ.કે. પટેલની કંપનીમા કંઈક પ્રોબ્લેમ આવે છે જેને કારણે તે ખૂબ પરેશાન થાય છે, પ્રીતિના મમ્મી તેને ઘરે બોલાવી લે છે અને શૌર્ય પણ કોઈક મિસ્ટર મહેતાને મળવા નીકળી જાય છે. જોઈએ હવે શું થયું છે.)


પ્રીતિ, શ્રેયા અને અક્ષય ઘરે પહોંચ્યો, ત્યાં તેનાં દાદાજી, મમ્મી-પપ્પા, અક્ષય અને શ્રેયાના મમ્મી-પપ્પા પણ ત્યાં હતાં, પ્રીતિ સીધી તેના દાદા પાસે ગઈ, તે બધાંના ચહેરા પર ટેન્શન હતું.

“શું થયું દાદુ તમે બધાં આટલાં સ્ટ્રેસમાં કેમ છો? ” પ્રીતિ તેના દાદા સામે જોઈ ને બોલી

“બેટા, કોઈક છે જે આપણને બરબાદ કરવા માંગે છે.” તેના પપ્પાએ કહ્યું.

“તમે વાત ને ગોળ ગોળ ના ફેરવો સીધું કહો શું થયું છે, દાદુ પ્લીઝ કહો.” પ્રીતિ થોડી ઈમોશનલ થઇને બોલી.

“ બેટા, કોઈક એક જ વ્યક્તિ એ આપણી કંપની ના 70% શેર ખરીદી લીધાં છે.” તેનાં દાદાજી એ નિસાસો નાંખતા કહ્યુ

“વૉટ... બટ હાઉ ઇટ્સ પોસીબલ ?? ” પ્રીતિ એ આશ્ચર્ય સાથે કહ્યુ

“હા આ વાત સાચી છે. ” શ્રેયાના પપ્પા એ કહ્યું.

“પણ કોઈ એક જ વ્યક્તિ આટલા શેર કઈ રીતે ખરીદી શકે એ તો આપણી પોલિસીમા પણ આ વાત છે. ” પ્રીતિ થોડી ગુસ્સે થઈને બોલી.

“આ જે પણ છે તેણે બહુ સમજી વિચારીને આ પગલું ભર્યું છે.” અક્ષયના પપ્પાએ મૌન તોડતાં કહ્યુ.

“સમજી વિચારીને નહીં પણ બહુ ચાલાકીથી આ કર્યુ છે.” અક્ષય બોલી પડયો

“પણ કઈ રીતે ? ” પ્રીતિ આશ્ચર્ય સાથે બોલી.

“બેટા, તેણે કેટલીક નાનીમોટી કંપનીની મદદથી આપણાં કંપનીના થોડા થોડા શેર ખરીદી લીધાં, કેટલીક કંપનીઓ તો માત્ર આેન પેપર જ છે હકીકતમા એવી કોઈ કંપની પણ નથી અને અંતે તેણે એ બધી કંપનીઓ પાસેથી શેર ખરીદી લીધાં.” કાનજીભાઈ ભાવુક થઈને બોલ્યા.

“જરૂર કોઈ હરીફ છે જે આપણો બધો બિઝનેસ ટેકઓવર કરવા માંગે છે ”એમ.કે. પટેલે કહ્યું.

“હરીફ હોય તો એ આટલી મોટી યોજના ના બનાવે. જે પણ છે આપણો કોઈ દુશ્મન છે જે આપણા બિઝનેસને બરબાદ કરવા માંગે છે.” કાનજીભાઈ એ તેના અનુભવ ના આધારે કહ્યું

“પણ હજી સુધી એ પણ ખબર નથી કે આ બધી કંપનીઓને ઉભી કોણે કરી.” મોહનભાઈ એ ટેબલ પર હાથ મારતાં કહ્યું.

બધા ખૂબ ગંભીર હતા અને આખાં વાતાવરણમાં નિરંતર શાંતિ હતી બધાં ના ચહેરા પર ટેન્શન હતું.

એક ઓફિસનાં કેબિનની અંદર એક આધેડ ઉંમરનો વ્યક્તિ ફાઇલોમા કંઈક મથી રહયો હતો, ત્યાં જ ધડાકા સાથે તેના કેબિનનો દરવાજો ખુલ્યો તેનાં હાથમાંથી ફાઇલો નીચે પડી ગઈ, શૌર્ય અને તેની સાથે રહેલા બે વ્યક્તિ અંદર આવ્યા.

“કોણ છો તમે અને મારી ઈજાજત વગર તમે અંદર કેમ આવ્યા.” તેણે ગુસ્સેથી કહ્યું.

“અમારે કોઈ પણ જગ્યાએ જવા કોઈ ની ઈજાજત નથી લેવી પડતી. ” શૌર્ય એ તેને સ્મિત આપતાં કહ્યું અને તે ચેર પર બેઠો.

“સિકયુરિટી.... સિકયુરિટી…. ” તેણે બૂમ પાડી.

“રહેવા દો તમારી સિકયુરિટી ને આ બંને એ પહેલા જ ટાઈટ કરી દીધી છે.” શૌર્ય એ પેલાં બંને સામે જોતા કહ્યું.

“હું હમણાં પોલીસ ને કૉલ કરું છું.” તેણે રિસીવર હાથમાં લીધું અને નંબર ડાયલ કરવા લાગ્યો.

ત્યાં જ પેલાં બંને એ ગન કાઢીને ટેબલ પર મૂકી અને તેની સામે જોયું,

શૌર્ય એ કહ્યું “જો મિસ્ટર મહેતા મારી આદત છે કે હું કારણ વગર કોઈને નુકશાન નથી કરતો બાકી તમારી મરજી.”તેણે રિસીવર નીચે મુકી દીધું, શૌર્યએ આંખના ઈશારે તેને ખુરશી પર બેસવા કીધું.

“શું જોઈએ છે તમારે? ” મી.મહેતા કાંપતા અવાજે કહ્યું.

“બસ એટલું જ જાણવું છે એમ.કે.પટેલ ની કંપનીના શેર ખરીદવાનાં પૈસા કયાંથી આવ્યા અને કોના કે'વાં પર આ કામ કરે છે.” શૌર્ય એ ગંભીર થઈને પૂછયું.

“તમે શું કહી રહ્યાં છો મને કંઈ ખબર નથી પડતી.” મહેતા એ અજાણ્યા ભાવે કહ્યું.

“મિસ્ટર મહેતા પ્લીઝ, મેં પહેલા પણ કહ્યું છે હું કારણ વગર કોઈને નુકશાન નથી પહોંચાડતો અને હું તો અહિંસાનો પુજારી છું. શા માટે હિંસા કરાવા માંગો છો.” શૌર્ય થોડો ગુસ્સે અને એક અલગ જ વલણથી બોલ્યો

“મને તો બસ એક ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આ કામ કરવાનું છે.. ” મહેતા એ કહ્યું

“કોણ હતું એ? ” શૌર્ય એ પૂછયું

“એ મને નથી ખબર બસ મારી અને બીજા ઘણાં આવાં નાનાં મોટાં વેપારીઓના એકાઉન્ટમાં તેણે પચાસ કરોડ જેટલા રૂપિયા નાખ્યા હતાં.” મહેતા એ કાંપતા અવાજે કહ્યું

“કયા નંબરથી ફોન આવ્યો હતો? ” શૌર્યની સાથે આવેલા વ્યક્તિ એ કહ્યું.

મહેતા એ નંબર આપ્યો અને પેલાં વ્યક્તિ એ નંબર જોઈ ને કહ્યું “સર આ ઈન્ડિયાનો નંબર નથી આ તો બહારનો નંબર છે.. ”

“ઓકે, મિસ્ટર મહેતા તમને મળી ને ખૂબ આનંદ થયો જો જીંદગીમા હશો તો ફરી મળવાનું થશે.. ” શૌર્ય એ ઉભા થતાં કહ્યું

“પણ તમે કોણ છો?” મહેતા એ પૂછી નાખ્યું

“સમય આવશે એટલે બધાં ને ખબર પડી જશે ”આટલું કહી તે બહાર નીકળી ગયો

બહાર નીકળતાં જ શૌર્ય એ કહ્યું “આજ રાત્રે મહેતા ગઝલનો પ્રોગ્રામ જોવા જઇ રહ્યો છે.”

“તમને કેમ ખબર પડી સર ” એક એ પૂછયું.

“તેનાં ટેબલ પર પાસ હતો પ્રોગ્રામનો અને ખાસ વાત આ પ્રોગ્રામ તેનો છેલ્લો પ્રોગ્રામ હોવો જોઈએ.” શૌર્ય એ એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું.

“પણ તે આપણને પેલા વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે.”

“આ પ્યાદું છે અને હવે આનું કંઈ કામ નથી અને રાજા ને મારવા પ્યાદાની કુરબાની તો આપવી જ પડશે. ” શૌર્ય એ કહ્યું.

“ઓકે સર.” બંને એ એક સાથે કહ્યું

તેઓ ત્યાંથી ગાડીમાં બેસીને નીકળી ગયા, “કાલ ના ન્યૂઝપેપરની હેડલાઈન શું હોવી જોઇએ એ તમને ખબર છે ને? ” શૌર્ય એ કહ્યું

“હા સર ચિંતા કરવાની જરૂર નથી તમે કીધું તે પ્રમાણે જ થશે.”

“કાલનું ન્યૂઝપેપર આવતાં ખબર પડી જશે આ બધાં પાછળ કોણ છે.” કાનજીભાઈ એ નિસાસો નાખતાં કહ્યું.

“સાચી વાત છે પિતાજી આપણી કંપનીનો સૌથી મોટો પાટૅનર છે કાલ સામે જરૂર આવશે. ” મોહનભાઈ એ હામી ભરતાં કહ્યું

તમે બધાં હવે તમારાં રૂમમાં જાવ અમે મોટા થઈને આ વાતને સંભાળી લેશું મોહનભાઈ એ પ્રીતિ ને સંબોધતાં કહ્યું.

પ્રીતિ કંઈ પણ બોલ્યા વગર રૂમમાં જતી રહી, અક્ષય એ કહ્યું, “તે શ્રેયા ને ઘર સુધી મૂકી ને પોતે ત્યાંથી જતો રહેશે.”

શૌર્ય ટેરેસ પર ઉભો ઉભો કોફી પી રહ્યો હતો, તેણે ફોન કાઢી ને લિસ્ટમાંથી એક નંબર લીધો, તેમાં એસ.પી. લખેલું હતું તેણે નંબર ડાયલ કરીને ફોન લાગડયો, “તમે બંને ઉપર આવો ” આટલું કહીને તેણે ફોન કટ કરી નાખ્યો

એસ.પી. અને અર્જુન આ બન્ને એ જ જે કાળી ગાડીમાં શૌર્યની સાથે હતાં, શૌર્ય ને પોતાનાં કરતાં આ બન્ને પર વધુ ભરોસો હતો એટલે જ શૌર્યની ગેરહાજરીમાં આ બન્ને બધું સંભાળી લેતા. આમ તો એસ.પી. નું પૂરું નામ સૌરભ પટેલ હતું અને તે અર્જુન નો મોટો ભાઈ હતો બંને શૌર્ય માટે મરવા પણ તૈયાર હતાં, શૌર્ય સુધી પહોંચતાં પહેલાં આ બન્ને ને ખતમ કરવા જરૂરી હતા પણ એ સંભવ ન હતું.

“સર તમે બોલાવ્યા? ” એસ.પી. એ કહ્યું

“હા એડિટર સાથે વાત થઈ ગઈ કે ? ” શૌર્ય એ કોફીનો મગ હાથમાં ફેરવતાં કહ્યું.

“હા સર તમે કહ્યું એ પ્રમાણે વાત કરી લીધી છે કાલ નું ન્યૂઝપેપર પેલાં માટે ખૂબ દુઃખદ સમાચાર લાવશે.” અર્જુન એ કહ્યું.

“આમ પણ કાલે કૉલેજ નથી જવાનું એટલે કંઈ પ્રોબ્લેમ નહીં થાય.” શૌર્ય એ ખુશ થતાં કહ્યું.

‘સર તમે કૉલેજ જઈને આમ પણ કયાં સ્ટડી કરવાનો છો ’ એસ.પી. એ હસતાં કહ્યું.

પછી ત્રણેય ખડખડાટ હસી પડ્યા અને તે નીચે જતાં રહ્યાં, બીજી તરફ પ્રીતિ તેની બાલ્કનીમા કોફીનો મગ લઈને ઉભી હતી તે અંધારામાં ચંદ્રને નિહાળી રહી હતી તેમાં તેને વારંવાર શૌર્યનો ચહેરો દેખાતો હતો તે શૌર્ય વિશે વધુ જાણવા ઈચ્છતી હતી પણ કાલે કૉલેજમા રજા હતી, અચાનક ફોનમા મેસેજની રીંગ પડતાં તે વિચારોમાંથી બહાર આવી મેસેજ જોઈ તેને ઈગ્નોર કરી દીધો ને પછી વિચારવા લાગી કે આવા સમયે પણ તે શૌર્ય માટે શા માટે વિચારે છે ? આ તો માત્ર એક આકષૅણ છે, પ્રેમ થોડો છે, એ પોતાના મનને મનાવવા લાગી પણ તેને કયાં ખબર હતી કે એ જ આકષૅણ પ્રેમમાં પરિવર્તન પામશે.

કાનજીભાઈ પોતાના સ્ટડીરૂમમાં ખુરશી પર બેઠાં બેઠાં વિચારી રહ્યાં હતાં કે કોણ છે એ જે આ હદ સુધી તેને બરબાદ કરવા માંગે છે. તેને લાગ્યું કે તેનાં સ્ટાફનું કોઈક તો છે જે બધી વાત બહાર પહોંચાડી રહ્યુ હતું, પણ તેનાં કરતાં વધુ ચિંતાની વાત હતી કે કાલ નાં ન્યૂઝપેપર મા તેની કંપનીનો જે બેહાલ થયો છે તેની વાત બહાર આવશે અને તેનું માર્કેટ પડી ભાંગશે.

આખરે કોણ હતું જે આ બધું કરી રહ્યુ હતું. અને શું આવવાનું હતું બીજા દિવસે ન્યૂઝપેપરમા જેને લીધે બધાં આટલાં ટેન્શનમા હતાં અને પ્રીતિ શું શૌર્ય ને પ્રેમ કરી બેસશે ને શૌર્યનું રહસ્ય તો હજી અકબંધ છે તો બધાં રહસ્ય જાણવા માટે વાંચતા રહો... કિંગ - પાવર ઓફ એમ્પાયર.

 



Rate this content
Log in