પ્રકૃતિ
પ્રકૃતિ
પ્રકૃતિ ઝળહળી ઊઠી છે,
પક્ષીઓનાં કલરવ સંભળાય છે,
છે આજે માણસ ઘરમાં બંધ,
પ્રદુષણ પણ ઘણું ઓછું થાય છે,
નહીં રહ્યો ઘોંઘાટ વગર કામનો,
શાંતિ ઘણી અનુભવાય છે,
છે ખુશ વૃક્ષો હવે અઢળક,
CO2નું પ્રમાણ પણ ઓછું થાય છે,
કંટાળી હશે પૃથ્વી પણ સાહેબ,
આજે એનું સ્મિત દેખાય છે,
હતાં જયાં ફકત સ્વાર્થનાં સંબંધો,
હવે માણસ માણસનો થાય છે,
હશે ચોકકસ કોઈ કારણ આની પાછળ,
કદાચ પૃથ્વી પર સ્વર્ગ નિર્મિત થાય છે,
પ્રકૃતિને છંછેડનારને પ્રકૃતિએજ આજ છંછેડયા છે,
મોટા બની જતાં માનવીને એની જ બનાવેલી ચાર દિવાલોએ જકડયા છે.