વિધવા ભાગ-7 સાસુની વ્યથા અને સસરાનો નિર્ણય
વિધવા ભાગ-7 સાસુની વ્યથા અને સસરાનો નિર્ણય
(રાગ-બાર બાર વર્ષે નવાણ ગળાવ્યાં...)
નિસાસો નાખી મારાં સાસુજી બોલ્યાં
આ વહુની જિંદગી કેમ જાશે જી, રે !
યુવાન છે હૈયું, યુવાનછે મનડું
યુવાન એની કાયા કરમાશે જી, રે !
વહુ બિચારી થઈ ગઈ છે દુઃખી
એકલતામાં જીવડો મૂંઝાશે જી, રે !
નથી એને છૈયું કે બને સહારો
વિધવા મે'ણાં કેમ સંભળાશે જી, રે !
ભલી ને ભોળી તો છે વહુ બિચારી
આમ તો વિકાસ રૂંધાશે જી, રે !
આબરૂની બીકે એ તો નહિ બોલે
અમથી મૂગું કંઈ રહેવાશે જી, રે?
કનક જેવી છે એની રૂડી કાયા
શું આમ ને આમ એ ભંગાશે જી, રે?
ના, રે ના ! નહિ હું થવા દઉં એવું
ભલે જીવ મારો તન્નથી જાશે જી, રે !
એવું હું કંઈક કરી દેખાડીશ
એનો જીવડો કદી' મલકાશે જી, રે !
એ તો ઈચ્છે દુઃખ સહન કરવા
શું મુજથી દુઃખી એને રખાશે જી, રે?
શું રે બેઠા તમે મુજ પ્રાણનાથ?
તમારું મનડું શું કહે છે જી, રે?
જરા વિચારો વહુના સસરાજી
વહુ કેટલું દુઃખ સહે છે જી, રે !
&nbs
p; *
શું રે બોલે છે તું વહુની સાસુજી
વહુને દુઃખ નહિ પડે જી, રે !
તું રે શું જાણ મારો અંદરનો આત્મા
ચોધાર આંસુડે ઈ રડે જી, રે !
મારો આતમ ઘોડે ચડી કહે છે
વહુને દીકરી માનીશ જી, રે !
સારું ઘર ને મુરતિયો શોધીશ
એ બેટીને પરણાવીશ જી, રે !
એવું શું બોલ્યા વહુના સસરાજી
આવો વિચાર શીદ લાવો જી, રે !
એમ છતાં કહેતું હોય દલડું
વહુબેટાને પૂછી આવો જી, રે !
દીકરી મારી એક વાત સાંભળો
વિચારીને જવાબ દેજો જી, રે !
મારે તમારા વિવાહ કરવા છે
બાપ તમારો માની લેજો જી, રે !
એવું શું બોલો મારા પૂન્નય સસરાજી
આવા વિચારને ન લાવો જી, રે !
કટ્ટર છે કેટલો આપણો સમાજ
સમાજને પૂછી આવો જી, રે !
સમાજને પૂછીશ, પ્રભુને પૂછીશ
રજા સૌની મેળવીશ જી, રે !
વગડાવીશ હું શરણાઈ ને ઢોલ
તમારાં લગ્ન કરીશ જી, રે !
તમારું દુઃખ ભાંગીશ જી, રે !
* * *