STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.5  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

આ દુનિયા

આ દુનિયા

1 min
23.6K


દુઃખી હોય એને દુઃખી કરે છે, આ દુનિયા,

જે તડપે એને જ તડપાવે છે, આ દુનિયા,


મજબૂરી કોઈ ક્યાં સમજી શકવાનું છે,

પોતાને જ સાચી સમજે છે, આ દુનિયા,


વાર્તા કરે, સલાહ આપે છે હંમેશા મને,

મારી સલાહ ક્યાં માની શકે છે, આ દુનિયા,


ભૂલ તો સહુ કોઈ કરે છે ઉઠતાં ને બેસતાં,

બીજાંની એક ભૂલ ક્યાં માફ કરે છે, આ દુનિયા,


હશે જે લખાયું એ જ થશે નસીબમાં,

માંગેલું ક્યાં આપી શકે છે, આ દુનિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy