વિરાસત
વિરાસત
કે મુશ્કેલીઓ તો મને વિરાસતમાં મળી છે,
જે થોડી બાકી હતી એ ચાહતમાં મળી છે,
જ્યારે ડૂબતાને કિનારો મળે તો કેવું લાગે ?
તમારી હાજરી એવી જ રાહતમાં મળી છે,
હું નથી પર્વત કે નથી ઊંડો સાગર છતાંય,
તેમના જેવી જ ખૂબીઓ જાતમાં મળી છે,
ઘણી વાર મોટા બનાવો એ કરી નથી શકતા,
લાગણીને ઠેસ સાવ નાની વાતમાં મળી છે,
તમે ભલે તમારી જીતની ઉજવણી કરો છો,
પણ અમને તો જીત જ મહાતમાં મળી છે !