પ્રહાર
પ્રહાર
કરી કરીને તમે વળી શેનો પ્રહાર કરશો ?
મૌન ધરશો કે શબ્દોનો વિસ્તાર કરશો ?
એક હાથે તાળી કઈ રીતે વાગી શકશે,
ભૂલ તમારી ય સમજાશે, વિચાર કરશો ?
લાગણી છે બંનેના હૃદયમાં, એ ખરું છે,
આ બંધન કેમ તૂટશે, અસ્વીકાર કરશો ?
છો ને રહી જીવનમાં મુશ્કેલીઓ અપાર,
હું ડૂબવા તૈયાર, તમે સાગર પાર કરશો ?
હું ભલે ધરતી અને તમે આકાશ છો પણ,
મળશું, તમે ક્ષિતિજનો આવિષ્કાર કરશો ?