એકલપંથી તું એકલો જાને રે
એકલપંથી તું એકલો જાને રે
એકલો જાને રે મુસાફર તું એકલો જાને રે,
હોય ભલે તારી સાથ સંગાથી તું એકલો જાને રે,
સાથ હોય પ્રેમી ને પ્રવાસી તો પણ તુ જખમ એકલો ખાને રે
શોક ન કરે પરિવાર તારા વિશે એવો તું વેખલો થાને રે,
સાથે હો સેંકડો સંબંધી એવો મન મેખલો થાને રે
ચાલી શકે એકલો તું કંટક ને કાંટે તેવો સાબદો થાને રે,
જિંદગીની ઠોકરે ભલે હો સાથ અનેક, મૃત્યુ સમીપે એકલો થાને રે,
સફળતા નિષ્ફળતા છે જીવનની પ્રવાસી તું એમાં અનુભવેલો થાને,
મોહ માયાનો નથી તારી સંગાથી હવે તું બેઠો થાને રે
જીવનમાં તને ઘણા ભેગા મળ્યા હવે તો એકલો થાને રે,
જિંદગી સહુ ભેગી માણી હવે મૃત્યુમાં એકલો શાને રે,
સત્ય આજ છે અકળ અવિનાશી કે તું એકલો જાને રે,
તું છે આત્મ અવિનાશી, એકલપંથી તું હવે એકલો જાને રે.
