STORYMIRROR

Nayana Viradiya

Fantasy

3  

Nayana Viradiya

Fantasy

સપનાંની દુનિયા

સપનાંની દુનિયા

1 min
193

એક એવી અજબ દુનિયા

મારા મનની સપનાની દુનિયા,


વૃક્ષ સહુ હો હરતા ફરતાં,

પર્વત હો આભે તરતાં,


નદીઓના ફુવારા ઝરતાં,

પંખી સહુ એમાં ફરતાં,


ફૂલો સહુ બોલતા ચાલતાં,

ફળ સહુ નાચતાં રમતાં,


પ્રાણીઓને સહુને વાચા મજાની,

આવી દુનિયા લાગે કેવી સુહાની,


માણસ સહુ મુંગા એક સરીખા,

બસ ઊભા હોય એક ઝાડ સમીપા,


ના દ્વેષ ક્લેશ ને કોઈ નાનાં મોટાં,

ન મલે આ જગમાં શોરબકોર,


ના કોઈ લડાઈ ઝઘડાના ખેલ,

ના મળે કોઈના મનમાં મેલ,


ના કોઈ કોઈને હારજીતનો જશ્ન,

ના કોઈને કોઈથી કોઈ પણ પ્રશ્ન,


ના લૂંટફાટ ને ચીરફાડ હોય,

 ના કોઈ ને કોઈનો ડર હોય,


વરસે ખુશીનો વરસાદ અનરાધાર,

રચાય સ્નેહની સૃષ્ટિ એક અપાર,


બસ આવી જ એક દુનિયા હો મજાની,

જ્યાં જીવન હોય એક મીઠા સપનાંની ઉજાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy