Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Romance

3  

Nayana Viradiya

Romance

તારી સાથે

તારી સાથે

1 min
161


તારી સાથે એક અનોખો સંગાથ છે,

ફક્ત તારી જોડે જ મારો અનોખો મિજાજ છે,


થોડી જ ક્ષણ હો ભલે મુલાકાત માટે,

જીવાય જવાય છે જિંદગી એ એક પળ વાટે,


ખાટી મીઠી વાતો ને મીઠા ઝઘડાંની મોજ છે,

રિસામણા મનામણા અહીં ન આવે અહીં તો લાગણીનો હોજ છે,


બંધન આપણું કેવું અજોડ રચાયું છે !

નામ વિના જ આ સંબંધે જોડાયું છે,


એક મૌનનો આકાર ને એક શબ્દની સૌગાત,

વહેતી રહે લાગણીઓ અવિરત આરપાર,


ના સ્વાર્થ છે ના કોઈ અપેક્ષાનું મહોતાજ છે,

બસ એક સ્નેહનું જ વિશાળ આકાશ છે,


કાળજી ને ચિંતા એકદમની અપાર છે,

ખુદથી વધુ એકમેકમાં વિશ્વાસ છે,


ખુદા પાસે તારી જ દુઆ ચાહું,

સ્મિત બની બસ તારા ચહેરે વહું,


તારી સાથે એક અનોખો અહેસાસ છે,

તારા આત્મા સાથે સીધો જ સહેવાસ છે,


રાધાકૃષ્ણનો એક અનોખો સંગાથ છે,

પ્રેમની પરિભાષાનો એક આગવો મિજાજ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance