Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bipin Shah

Romance

4  

Bipin Shah

Romance

માણવાની પળ

માણવાની પળ

1 min
14K


ચાલ આવી આજ આપણે,માણવાની પળ, 

રસઢાળ ઢાળી રેત પગલાં, ચણવાની પળ ! 


ચાલ ધરીએ એકસરખા આ,જિંદગીનાં દોર,

હરપળ તેને ચાહવાની, હવે જાણવાની પળ ! 

 

બેઉ મુસાફિર એકસમયે,અલગ મંજિલ પર, 

ચાલ તેને એક મઝલ પર, આણવાની પળ ! 


ચાલ ઉડીએ હાથ પકડી, મેઘધનુષ્યની કોર,

સપ્તરંગી સાત જનમ હજી, ગણવાની પળ ! 


લક્ષવેધી તિર તાકવા,સીધા ઉરની આરપાર, 

હવે મનમૂકી પણછ ખેચી, તાણવાની પળ ! 


Rate this content
Log in

More gujarati poem from Bipin Shah

Similar gujarati poem from Romance