STORYMIRROR

Dinesh soni

Romance Inspirational

5.0  

Dinesh soni

Romance Inspirational

લાગણી સાથે...

લાગણી સાથે...

1 min
729


રમત રમજો ના કોઈની લાગણી સાથે,

ગમત કરજો ના કોઈની લાગણી સાથે.


દબાવીને ભાવો ના વ્યક્ત કરાવો પણ,

દમન કરજો ના કોઈની લાગણી સાથે.


વળી લાલચ આપી કોઈને દબાવો ના,

કસર કરજો ના કોઈની લાગણી સાથે.


ઘમાસાણ ચાલે  પણ અંદર પકડવાને,

પકડ કરજો ના કોઈની લાગણી સાથે.


નજર અંદાજ કરી લેજો પણ તમે પાછું,

દખલ કરજો ના કોઈની લાગણી સાથે.


ઉતાવળ કરવામાં કાંઈ સાર નથી ભાઈ,

તકળ કરજો ના કોઈની લાગણી સાથે.


કરી લેજો પ્યાર ફરીથી એ તમે પણ દિન,

કપટ કરજો ના કોઈની લાગણી સાથે.


Rate this content
Log in