વતનમાં
વતનમાં
1 min
401
મિત્રોની મહેફિલ ભરાતી વતનમાં,
મસ્તી પણ ઘણી પોરસાતી વતનમાં,
હતા ત્યારના પણ અમે તો મસ્તીખોર,
સળંગ લાગણીઓ ધરાતી વતનમાં,
છુપાવી હતી રમત છાની અમે પણ,
અનોખી વળી ઓળખાતી વતનમાં,
કરી'તી જ અનહદ મસ્તી જોડવાને,
પુષ્કળ દાવથી જોતરાતી વતનમાં,
મળે છે જ મોજ પણ વધારે ભલે દિન,
વિશાળ મોજ પાછી છવાતી વતનમાં.
