ભગવાન
ભગવાન
1 min
339
ઘટમાળ જીવનની ચલાવે ભગવાન,
ગાડું પણ જીવનનું હલાવે ભગવાન,
તકલીફ તો અઢળક પડે જીવતરમાં,
ભાન પણ જીવનનું કરાવે ભગવાન,
અટવાયો આ જિંદગીના પથ પર,
મારગ જીવનનો બતાવે ભગવાન,
આવી છે ભારી વિટંબણ અનહદ,
તકલીફ જીવનની ટળાવે ભગવાન,
સૌદર્ય અદભૂત છે વળી જીવનનું,
ભોળપ જીવનની જતાવે ભગવાન,
ઝળહળ થાય છે લાલિમા અંદરની,
જ્યોત આ જીવનની જલાવે ભગવાન,
તકલીફ ફેંકી બેસવાનો છે 'દિન',
આશ પણ જીવનની જગાવે ભગવાન.
