STORYMIRROR

Dinesh soni

Drama

4  

Dinesh soni

Drama

લાગણીમાં

લાગણીમાં

1 min
299

તણાઈ ગયો છું બહુ લાગણીમાં,

વણાઈ ગયો હું બહુ લાગણીમાં,


કરી લે છે છેડતી પણ લોકો મારી,

ગવાઈ ગયો હું બહુ લાગણીમાં,


ચુસ્યા રાખ્યો છે મને અકસર, 

ખવાઈ ગયો છું બહુ લાગણીમાં,


સહન થતા નથી પ્રહાર હવે બહુ,

ઘવાઈ ગયો છું બહુ લાગણીમાં,


ખાધો છે માર અનહદ આવેગમાં,

ધરાઈ ગયો હું બહુ લાગણીમાં,


સંવેદનાઓ ભરી છે મારામાં ઘણી,

ફસાઈ ગયો છું બહુ લાગણીમાં,


થાક્યો બહુ સહી સહીને હવે 'દિન',

હવાઈ ગયો હું બહુ લાગણીમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama