શિક્ષક
શિક્ષક
1 min
232
જીવન પથનો આધાર છે શિક્ષક,
જીવન લયનો આકાર છે શિક્ષક,
વરસે છે પણ અનરાધાર પાછો,
જીવન ક્રમનો આસાઢ છે શિક્ષક,
માન્યતા ભ્રામક ધરબે પણ છે,
જીવન લક્ષનો આભાસ છે શિક્ષક,
નાખ્યો છે પાયો અદભૂત સઘળો,
જીવનભરનો આગાઝ છે શિક્ષક,
દેખાય આવે છે ચારિત્ર સાચું,
જીવનરસનો આચાર છે શિક્ષક,
છું કાંય પણ આજે ઈમાન રાખી,
જીવન ફળનો આભાર છે શિક્ષક,
આપ્યું ભાથું જીવનભરનું 'દિન',
જીવતરનો પણ આહાર છે શિક્ષક.
