STORYMIRROR

Dinesh soni

Inspirational

4  

Dinesh soni

Inspirational

ગાથા શહીદોની

ગાથા શહીદોની

1 min
382

વર્ણવી છે પણ એક ગાથા શહીદોની,

હશે કેટલીય  અભિલાશા શહીદોની.


સ્વપ્નો એમણેય સજાવ્યાં હશે રંગીન, 

હશે પણ છુપાયેલી આશા શહીદોની.


ઈચ્છાઓ હશે કેટલીય અંદર એમની, 

હશે તો ધરબાયેલી મનશા શહીદોની.


કરી હશે કલ્પનાઓય અનહદ એમણે, 

હશે માંય સંતાયેલી ધારણા શહીદોની.


કહેવા માંગતા હશે અંતે ઘણુંય પણ, 

હશે મુંઝાયેલી માંહે ભાષા શહીદોની.


હશે સંતોષ માંહે બેસુમાર છેલ્લે 'દિન',

થશે પૂર્ણ કરાયેલી આકાંક્ષા શહીદોની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational