રંગોમાં પ્યાર
રંગોમાં પ્યાર


રંગ રંગ ઉપવનમાં ખીલી ગુલઝાર,
ગમતીલા સંગાથ આજ લઈને ગુલાલ....!
નયનોની પિચકારી મારી અપાર,
ખીલી ઊઠી હવે રંગોથી લીલી ને લાલ...!
તન મન ઝંખે હવે રંગોમાં પ્યાર,
એકમેક પ્રેમ તાંતણે બાંધે કરીને નિહાલ...!
અબીલ, ગુલાલમાં સજનીનો હાર,
મુક્ત નભની ઊડી મેઘલી ચૂમીને ગાલ...!
પ્રીત રૂડી રંગે ચઢી રાધા કા'નની સવાર,
મુખડે મઢેલી રાત્રીએ ગોપી પૂછે સવાલ...!
ફાગણિયો લહેરાયો ઝૂલણાંની ઝંકાર,
મધુર રસ પીધાનો નવરંગ ઘોળ્યાની કાલ...!