STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

દેહ ઘડાયો

દેહ ઘડાયો

1 min
348

એક સૂકલકડી દેહ ઘડાયો,

આઝાદી કાજે એ પકડાયો.


સંસારી માયાથી ત્યજાયો,

લાઠી લઈ અહિંસાને વરાયો.


અન્ન પાણી ત્યજી હરખાયો,

સત્યાગ્રહ કરી હક મંગાયો.


વિકટ વેળાએ ધીરજ ધરાયો,

અર્પિત જીવ જો 'બાપુ' કહેવાયો.


સતત અડિખમ ડગ મંડાયો,

પ્રાણ ત્યાગી હે રામ બોલાયો.


એવાં પ્યારા ગાંધી બાપુ છવાયો,

અમર રહી રાષ્ટ્રપિતા વખણાયો.


નોટ છબીમાં લોકો વચ્ચે દેખાયો,

સત્કર્મ જીવન સુવાસમાં રેલાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational