Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

બાબા સાહેબ

બાબા સાહેબ

1 min
372


અપમાન કેરી વણઝારો વચ્ચે અડગ ઊભા રહ્યા;

મકકમ નિર્ધાર મનમાં ધરી લક્ષ્ય પ્રાપ્ત કેવા કરતા રહ્યા...!


 સૌ જાત પાત,ઊંચ નીચના જખમ સહેતા રહ્યા;

તોડી સૌ રૂઢિગત પ્રથાઓને કેવા કરમ કરતા રહ્યા...!


શિક્ષણ કેરો નવ સંદેશ દીન જનોને દેતા રહ્યા;

સંઘર્ષ તણો જ્ઞાનનો નૂતન પથકર કેવા બનતા રહ્યા...!


માનવને માનવથી સૂગનો ભરમ તોડતા રહ્યા;

વંચિત જનોનો ઉધ્ધાર મનથી હરપળ કેવા કરતા રહ્યા..!


બંધારણનો ઘડનાર મહાન તુજને સૌ વંદી રહ્યા;

બાહોશ વિચારક તારા વિચારો પર જન કેવા ચાલી રહ્યા..!


શત શત કોટિ નમન આજ સૌ કોઈ નમી રહ્યા;

બાબા સાહેબ તારી કલમે કાનૂન ધારદાર કેવા પાળી રહ્યા..!


આજ જનજન જાગ્રત હર માનવ બોલી રહ્યા;

દેશ વિદેશે 'બાબા સાહેબ મહાન' નાદ કેવા ગૂંજી રહ્યા..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational