STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama Inspirational

4  

Dr.Riddhi Mehta

Drama Inspirational

એક સરનામું નવલું

એક સરનામું નવલું

1 min
441

મારી જીંદગીનું એક સરનામું,

પ્યારભર્યુ સપનું મારાં જીવનનું,

સ્પંદનોની વ્હાલી વિસરતી વાટે,

વહેતી સરિતાની હેતાળ ઓથે,

જીંદગી જીવી લેવી છે આજે !!


વ્હાલું લાગે ઘર મને આજે તારૂં,

પિયા તારે સંગ રહેવાનું શમણું,

ચાંદનીની ચમકતી નિરાલી રાતે,

મેઘધનુષનાં રંગોની છોળો સાથે,

જીંદગી જીવી લેવી છે આજે !!


દુનિયા જીતવાનું સપનું છે મારૂં,

બંધ આંખે વિશ્વાસનું રાખું નામું,

ઉધાર જમાની લાગણીઓ તરસે,

જમાના પ્રમાણે સંબંધો બદલાશે,

જીંદગી જીવી લેવી છે આજે !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama