મનની તરસ
મનની તરસ


એક દિ' જોઈ એક કજોડું,
ઉંચો વર ને નીચીશ્યામલી નાર,
ન કોઈ મેચ કે ન કોઈ મલકાટ,
મનમાં થયું આવો તો કંઈ હોય !
પ્રેમ તો સરખે સરખામાંજ થાય,
મેચ વિના લાગણીઓના કેચ,
કેમ કરીને થાય એ ન સમજાય.
કોઈએ સમજાવ્યું મને સુંદર,
એમ પુછીને થાય થોડો પ્રેમ ?
એને તો જોઈએ અંતરનો મેળ,
લાગણીનો ઉભરતો એ હેત,
દેહની ક્ષુધા તો મનની તરસ,
બાકી મનને તો બસ નિઃસ્વાર્થ
પ્રેમ તો છે અંતરની સુનીવાણી,
ને સમજાઈ ગયું મને કે પ્રેમ એ,
સાગર જળમાં મળી જતું એક
દુર્લભ રત્ન એજ અવિચલપ્રેમ.